તા.૧૮/૧/૨૫ ના રોજ દિવસે સૂર્ય નારાયણ
દેવની સાક્ષીમાં ગાંધીઘર, કછોલી ખાતે ,મૂક બધિર બાળકો માટે ભોજન
શાળાનું ભૂમિપૂજન દાતાશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ
સદ્કાર્ય માટે મૂળ ગામ પનાર હાલ યુ.એસ.એ. ના દોલતભાઈ મહેતા તરફથી
માતબાર દાન પ્રાપ્ત થયું છે. ગાંધીઘર કછોલી સંસ્થાવતી ટ્રસ્ટીમંડળ
આભાર વ્યક્ત કરે છે.